જીલ્લા સ્વાગત કાર્યક્રમ થકી અનેક લોકોના પ્રશ્ર્નોનો ત્વરિત નિકાલ કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કરતું મહિસાગર જીલ્લા તંત્ર

  • જીલ્લા સ્વાગત કાર્યક્રમ થકી મહીસાગર જીલ્લાના કલ્પેશભાઈ માછીના પ્રશ્ર્નોનું ત્વરિત નિકાલ કરાયો.
  • જીલ્લા સ્વાગતના મંચે કલ્પેશભાઈ જેવા કર્મઠ ખેડુતને સરકારની સેવા ત્વરિત મળે તે સુનિશ્ચિત કરી આપ્યું.

મહીસાગર, સમસ્યાઓનું ત્વરિત સમાધાન કરતાં કાર્યક્રમ સ્વાગત થકી નાગરિકોના વણ ઉકેલ્યા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોએ વર્ષોથી ચાલી આવતી પોતાની ઘણી સમસ્યાઓનું સમાધાન મેળવ્યું છે. આવા સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આપણે આ વર્ષે ગામથી માંડી જીલ્લા અને રાજ્ય સ્તરે આની ઉજવણીના ભાગે લોક પ્રશ્ર્નોને વાંચા આપી એક સુશાસન સ્થાપવાનો પ્રયાસ કર્યો છે.

મહીસાગર જીલ્લામાં પણ આ વર્ષે કલેકટર થી માંડી જીલ્લાના ગ્રામ વિસ્તારના કર્મચારી એવા તલાટી સુધી તમામ સેવારત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ અવારનવાર લોકોના પ્રશ્ર્નોને સાંભળી તેનો ત્વરીત કે ટુંકા સમયગાળામાં નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવેલ છે. લુણાવાડા તાલુકાના કુંડા ગામના વતની કલ્પેશભાઈ માછી પણ આ કાર્યક્રમ અંતર્ગત પોતાની સમસ્યાનું સમાધાન મેળવવામાં સફળ રહ્યા છે. તેઓ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે ખેતી કામ સાથે સંકળાયેલ છું અમારી આજીવિકા કહો કે અન્ય એ સર્વશ્ર્વ ખેતી જ છે. ખેતી માનવ મહેનત ઉપરાંત કુદરત અને મુડીનું રોકાણ આ બંને બાબતોને આધિન છે. કુદરતને તો કોણ સમજી શકે પણ મહેનત કરી થોડું રળી અમુક અંશે રોકાણ કરી શકાય. એટલે સારી રીતે ખેતી થઈ શકે તથા એમાં જો નિષ્ફળતા કે ધાર્યુ પરિણામ ના મળે તો જીવન રૂપી ગાંડુ ચાલ્યા કરે એ સારૂં અમે ઘરમાં એક ગાય લાવવાનું વિચાર્યું. ગાયના દુધથી ખોરાકીમાં પણ સારૂં રહે અને વધારાનું દૂધ ડેરીમાં ભરી તે દૂધ થકી આવક પણ મેળવીએ છીએ.

કલ્પેશભાઈ માછી વધુમાં જણાવે છે કે, તેઓએ પશુ ધિરાણ માટે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લાડવેલમાં ધિરાણ અરજી કરી હતી પણ બેંક તરફથી વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હતા અને સંતોષકારક જવાબ મળી રહ્યો ન હતો. એવામાં મને મારા ગામના એક મિત્ર પાસેથી જાણવા મળ્યું કે જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવાની પ્રકિયા ચાલુ છે અને કલેકટર દ્વારા રૂબરૂ પ્રશ્ર્ન સાંભળી તેનું નિરાકરણ લાવવામાં આવે છે, તે માટે મે જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી અને પછી મને જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો. મે ત્યાં હાજર રહીને કલેકટરને મારી સમસ્યાથી અવગત કરાવ્યા, તેઓએ મને શાંતિ પુર્વક સાંભળી સંબંધિત અધિકારીને બે દિવસની અંદર મારા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા આદેશ કર્યો.

કલ્પેશભાઈની અરજીનું જીલ્લા સ્વાગત કાર્યક્રમ થકી બે જ દિવસમાં નિરાકરણ આવતા પશુ ધિરાણ માટે 90,000ની રકમ મળી અને આ રકમ થકી તેઓ એક ગાય લઈ આવ્યા અને આ ગાયનું પાલન પોષણ કરી પોતાનું આર્થિક અને શારિરીક સ્થિતીમાં થયેલ ટેકાથી આજે ખુશ છે.કલ્પેશભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવાયું કે સરકારના આવા કાર્યક્રમો ખરેખર પ્રશંસાને પાત્ર છે. અમારી જેવા લોકોની સમસ્યાનું અધિકારીઓની કોઈ સમસ્યા, બે કચેરી વચ્ચેની સમસ્યા કે અન્ય કારણોસર નિરાકરણ ન આવે અને હંમેશા નિરાશા જ હાથમાં આવે. જ્યારે જીલ્લામાં તમામ અધિકારીઓની હાજરીમાં અમારો પ્રશ્ર્ન મુકાય અને જીલ્લા કલેટર કે અન્ય અધિકારીની હાજરીમાં તેને સાંભળવામાં આવેતો અમારા પ્રશ્ર્નોનું નિરાકરણ સ્થળ પર જ આવે અને એ આજે મારી જેવા કેટલાયના ઉદાહરણો તમે જોઈ શકો છો.