ગોધરા, પંચમહાલ જિલ્લાના કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન માં સાત તાલુકામાથી વિજેતા પામેલ 21 બાળકો, 21 માર્ગદર્શક શિક્ષકો, 9 નિર્ણાયક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયટના સિનિયર વ્યાખ્યાતા જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેશભાઈ ચૌહાણ કર્યું હતું. સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં કરવામાં આવેલ હતી. ધોરણ 1 થી 2,3 થી 5 અને 6 થી 8 ત્રણે વિભાગોમાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમ નંબરે ધોરણ છ થી આઠમાં ટીમ્બી પ્રાથમિક શાળા તાલુકો હાલોલ, ધોરણ ત્રણ થી પાંચમાં કાલોલ તાલુકા માંથી ભાદરોલી પ્રાથમિક શાળા અને ધોરણ એક બે માં કાલોલ તાલુકા માંથી સગનપુર પ્રાથમિક શાળાઓના સ્પર્ધકો શ્રેષ્ઠ ક્રમાંકે આવેલ હતા.
જિલ્લા કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ પ્રમાણપત્ર, પેન અને પેડ આપવામાં આવેલ હતા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, ટ્રોફી સાથે સાથે અનુક્રમે 1000,800,500 રૂપિયાના ચેક એનાયત કરવામાં આવેલ હતા.
જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન
શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે વિવિધ કક્ષાની વાર્તા સ્પર્ધા યોજવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થાય છે અને પંચમહાલ જિલ્લાની ઊંડાણની પ્રાથમિક શાળાઓના સામાન્ય પરિવારમાંથી આવતા બાળકો પણ ઊંચેરા સ્થાન પ્રાપ્ત કરતા હોય છે.
સમગ્ર ત્રણ વિભાગમાં વિજેતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ છે.
You May Also Be Interested in Other Topics – | |
1. | સ્વચ્છ ભારત અભિયાન ચિત્ર |
2. | ફોન કોલ રેકોર્ડિંગ |
3. | ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ |