જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડીઆદ દ્વારા તા.20 જૂનના રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

  • રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે

નડિયાદ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડીઆદ દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.20-06-2024ના રોજ સવારે 11:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એ- બ્લોક, બીજે માળ, સરદાર પટેલ ભવન, નડીઆદ, જી.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં 18 થી 40 વર્ષની ઉંમરના ધો. 10 પાસ/12 પાસ/ આઈ.ટી.આઈ-ડીઝલ મિકેનિક/મોટર મિકેનિક વ્હીકલ/ડીપ્લોમાં મિકેનીકલ/ઓટોમોબાઇલ તથા અન્ય કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતકની લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો જ ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી ઉંર483344857 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.