જિલ્લા રોજગાર કચેરી નડીયાદ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારોની નામનોંધણી પ્રક્રિયા શરૂ

  • ઉમેદવારોએ પોતાનું અઘિકૃત ઈ-મેઈલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર ફરજીયાત ધોરણે નોંધાવવાનું રહેશે

નડિયાદ, જિલ્લા રોજગાર કચેરી,નડીયાદ ખાતે ઉમેદવારોની નામ નોંધણી, અને ચાલુ માસમાં નોંધણી તાજી કરાવવી (રીન્યુઅલ), વધારાની લાયકાત ઉમેરવી તેમજ વ્યવસાય માર્ગદર્શનની કામગીરી માટે જિલ્લાના દરેક ઉમેદવારે તેમના અસલ પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સવારે 10-30 કલાક થી સાંજે 18-10 સુધી સ્વખર્ચે અત્રેની કચેરી ખાતે હાજર રહી શકે છે. આ કચેરીનું સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝેશન થયેલું હોવાથી તમામ ઉમેદવારોએ પોતાનું અઘિકૃત ઈ-મેઈલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર ફરજીયાત ધોરણે નોંધાવવાનું રહેશે.

રોજગાર કચેરીની નિ:શુલ્ક સેવાઓ અંગેની વિગતો ખાતાની વેબસાઈટ ફક્ષીબફક્ષમવફળ.લીષફફિિલજ્ઞદ.શક્ષ અને નેશનલ કેરીયર સર્વિસ વેબ પોર્ટ્લ ૂૂૂ.ક્ષભત.લજ્ઞદ.શક્ષ પરથી પણ મેળવી શકાશે તેમજ પોર્ટલ પર નામ નોંધણી કરાવી શકાશે. જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર ક્ચેરી નડિયાદ ખાતે જે ઉમેદવાર ધોરણ- 10 પાસ,આઇ.ટી .આઇ પાસ તેમજ સ્થાતક, ડીપ્લોમા પાસ ઉમેદવારોને નામ નોંધણી કરવા તથા રોજગાર કચેરીની ઉપરોકત તમામ નિ:શુલ્ક સેવાઓનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા રોજગાર અઘિકારીશ્રી દ્વારા જણાવવામાં આવે છે.