
દાહોદ, જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર/એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ તેમજ લશ્કરી ભરતી પુર્વેની નિવાસી તાલીમ અંગે સેમીનાર ઝાલોદ આઇ ટી.આઇ ખાતે યોજાયો હતો.
જીલ્લા રોજગાર વિનિમય કચેરી છાપરી, દાહોદ દ્વારા ખાનગી ક્ષેત્રમા રોજગાર અને એપ્રેન્ટીસની તકો મળે તે માટે ધો 10 પાસ,12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા અને ગ્રેજ્યુએટ સ્ત્રી પુરૂષ ઉમેદવારો માટેની 300 જેટલી ટેકનીકલ નોનટેકનીકલ વેક્ધસી ભરવા માટે 5 નોકરીદાતા હાજર રહેલ હતા.ભરતી મેલામા એમ જી મોટર હાલોલ ખાસ ઉપસ્થિત રહેલ હતી. 100 થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો.
સ્વરોજગારી લોન સહાય ઉમેદવારોને સ્વરોજગાર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારોને લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની નિવાસી તાલીમમા જોડાવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ રોજગારલક્ષી એનસીએસ પોર્ટલ અને અનુબંધમ પોર્ટલના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ નિવાસી તાલીમમા જોડાવા માટે તા.05.06.2023 સુધી ઉમેદવારોને અરજી કરવા જણાવવામાં આવ્યું. ભરતી મેળામાં દાહોદ જીલ્લા રોજગાર કચેરીના અને ઝાલોદ આઈટીઆઈના અધિકારી સ્ટાફ હાજર રહ્યા હતા.