પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને નાયબ કલેકટર તેઓની ટીમ તથા મામલતદાર કાલોલ તેઓની સંયુકત ટીમ સાથે કાલોલમાં આવેલ IOC એલ.ટી.ડી. સંચાલિત ધનંજય ગેસ એજન્સીમાં આકસ્મિક તપાસણી કરતા ગેસ એજન્સીમાં 14,2 kg ધરેલું રાંધણ ગેસના ભરેલા 14 સિલિન્ડરોની ધટ, 5 Kgના 13 સિલિન્ડરોની ધટ તથા 10 Kg ના 7 ગેસ સિલિન્ડરો મળી આવેલ છે, એજન્સી દ્વારા ગ્રાહકો ગોડાઉન પર ગેસ સિલિન્ડર લેવા માટે આવે ત્યારે ગેસ એજન્સી તેઓએ મળવાપાત્ર રીબેટ આપવામાં આવતું નથી અને ગેસ સિલિન્ડર બાબતે ગ્રાહકોની ફરિયાદ માટે અધિકારીઓના નામ તથા મોબાઇલ નંબરની વિગત દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી. સ્થળ પર ખૂલતો સ્ટોક, બંધ સ્ટોક તથા ભાવની વિગતો દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી.
ગેસ ગોડાઉન પર જરૂરી માત્રામાં અગ્નિશામક યંત્રો રાખવામા આવેલ નથી. એજન્સી દ્વારા પુરતી માત્રામાં હોમ ડીલીવરી કરવામાં આવતી નથી. એજન્સીના સ્થળે કામના કલાકો લખવામાં આવેલ નથી. ગેસ ગોડાઉન પર વજન કાંટા રાખવામા આવેલ છે તે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જે અંતર્ગત M/S ધનંજય ઇન્ડિયન ગેસ એજન્સીને કાલોલ દ્વારા LPG Order- 2000 ની કંડીકા 4(1)(ય) ભંગ કરેલ હોય તેમજ LPG Order- 2000 ની કંડીકા 13 અન્વયે ધટ પડે 14.2 KG ક્ષફ 14 સિલિન્ડર જેની કિંમત રૂ. 11340, 5 kgના 13 સીલીન્ડર જેની કિંમત રૂ. 3926 તથા 10 kg ના 7 સિલિન્ડર જેની કિંમત રૂપિયા 4060 આમ, કુલ મળી 19,326 (અંકે રૂપિયા ઓગણીસ હજાર ત્રણ સો છવ્વીસ પૂરા નો જથ્થો જપ્ત કરી (સીઝ) કરી LPG Order- 2000 તથા the LPG cylinder rules -2016 અન્વયે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સંચાલિત ધનંજય ગેસ એજન્સી કાલોલ સામે જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને નાયબ કલેકટર તેમજ કાલોલ મામલતદાર દ્વારા કાલોલમાં આવેલ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન એલ.ટી.ડી. સંચાલિત ધનંજય ગેસ એજન્સી માંથી 19,326 રૂપિયાનો જથ્થો સીઝ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી સમગ્ર પંચમહાલ જીલ્લામાં જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની કામગીરીની પ્રશંસા થય રહી છે અને સમગ્ર પંચમહાલ જીલ્લામાં કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.