જીલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ

ખેડા,ખેડા જીલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જીલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાએ જણાવ્યું કે, સરકારની લાભકારી યોજનાઓ વિષે જાગૃતતા લોકોમાં આવે તે અહીં બેઠેલા સૌ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે. ત્યારબાદ પ્રભારી સચિવ દ્વારા જીલ્લા,તાલુકા,અને ગ્રામ્ય સ્તરની કમિટીની સમીક્ષા કરી યાત્રા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

જીલ્લા પ્રભારી સચિવ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પી.એમ.યુ.વાય., એસ.એચ.સી. નિદર્શન, જૈવિક ખેતી, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિશાન યોજના, ઓ.ડી.એફ., જલ જીવન મિશન, જન ધન યોજના, જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશનના વિષે અધિકારીઓ થી માહિતી મેળવી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લા પ્રભારી સચિવએ ખેડા જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ નિવાસી અધિક કલેક્ટર બી.એસ પટેલ તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.