- દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે – મંત્રી બચુભાઈ ખાબડ
મહીસાગર જીલ્લાના પ્રભારી મંત્રી અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. આ ઉપરાંત જીલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા, ચોમાસું-2024 અન્વયે કરવામાં આવેલ કામગીરી અને જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 2047 ના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા જીલ્લાનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.
આ બેઠકમાં વર્ષ 2023-24ના વિવિધ જોગવાઈના બાકી પ્લાન અંદાજોની વિગત, તમામ યોજના (2019-20,2020-21,2021-22)માં પૂર્ણ,પ્રગતિ અને શરૂ ન થયેલ કામો, એટીવીટી યોજના હેઠળ વર્ષ 2021-22 થી 2023-24 નાં પૂર્ણ, પ્રગતિ અને શરૂ ન થયેલ કામોની અને સાંસદ જસવંતસિંહ ભાભોરના પૂર્ણ,પ્રગતિ અને શરૂ ન થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસું-2024 પૂર્વ તૈયારી અન્વયે કરવામાં આવેલ કામગીરી અને જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર સી વી લટા,પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, ખેતીવાડી અધિકારી, નાયબ વન સંરક્ષક, તાલુકા પંચાયત પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.