જીલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર ખાતે યોજાઇ

મહિસાગર,મહિસાગર જીલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરમેન નિરૂબા સોલંકીના અધ્યક્ષતામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સેક્સ રેશિયો એટ બર્થ અંગે, રીન્યુઅલ માટે ઓનલાઈન બેટી વધાઓ પોર્ટલ પર આવેલ અરજી અંગે, રજીસ્ટર થયેલ હોસ્પિટલમાં નવા ઉમેરાયેલ ડોક્ટરોનું તેમજ રીમુવ થયેલ ડોકટરોની ચર્ચા, રજીસ્ટર થયેલ સંસ્થાના યું .એસ .જી મશીન ટ્રાન્સફર કર્યા અંગેની ચર્ચા વગેરે બાબતો અંગે ચર્ચા કરી જરૂરી કામગીરી કરવા અંગેની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

આ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી જે જે પરમાર, ગાયનેકોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.