મે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ. એન એ. અંજારીઆનાં અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તા.22/06/2024, શનિવારના રોજ જીલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. આ તા.22/06/2024 નાં રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી . ડી બી. જોષીએ લોક અદાલતના લાભો વિષે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે, અન્ય કોઈ ખર્ચ થતો નથી જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.
જેનાં સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલાં પેન્ડિંગ કેસોનાં નિકાલમાં જવલંત પરીણામ મળેલ છે. જેમાં મોટર વાહન અકસ્માત વળતરના 209 કેસોમાં રૂ.9,30,68,920/-, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 નાં ચેક રિટર્નના 592 કેસોમાં રૂ.9,42,84,728/-, એન.સી. પ્રકારનાં 600 કેસો, સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં 2363 કેસો, બેંક/મની રિકવરીના 41 કેસોમાં રૂ.57,60,146/-, લગ્નવિષયક દાવાઓના 169 કેસોમાં રૂ.40,18,960/-, વીજળી-પાણી બિલ લેણાંનાં 522 કેસોમાં રૂ.78.08.023/-, અન્ય સિવિલ દાવાઓનાં 96 કેસોમાં રૂ.53,22,451/-, સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના 119 કેસોમાં રૂ.1,27,97,207/- તથા ફેમિલી કોર્ટના 52(બાવન) મળીને 4763 જેટલાં પેન્ડિંગ કેસોની સાથે રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં 1358 કેસોમાં રૂ.2,06,96,733/- સહિત કુલ રૂ.24,37,57,168/- ની રકમનાં સમાધાન વળતરનાં કેસો, તથા ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં 4170 કેસોમાં રૂ.31,32,300/- તથા કબુલાત અને એન.સી. કેસોની રૂ.1,35,320/- મળી કુલ 32 લાખથી વધુની રકમ દંડ પેટે સરકાર ખાતે વસુલાત લઈને 24 કરોડથી વધુ સમાધાન-વળતરનાં કુલ-10291 કેસોનો નિકાલ કરવામાં આવ્યો.
આ લોક અદાલતમાં ન્યાયાધીશઓ, કર્મચારીગણ, વકીલઓ, બેંકો, વીમા, ફાયનાન્સ કંપનીઓ, એસ.ટી. નિગમનાં પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત તમામના સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે તેવું જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ. અંજારીઆએ અખબારી યાદીમાં જણાવેલ છે