- ખેડા જીલ્લાના વૃદ્ધ અને અશક્ત નાગરિકોએ ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન.
- માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના 85 વર્ષથી વધુ ઉંમરના કુલ 109 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ 57 મતદારોઓએ હોમ વોટીંગની કર્યું.
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખેડા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે 17-ખેડા લોકસભા મતવિસ્તારના 115-માતર, 117- મહેમદાવાદ અને 119-ઠાસરા વિધાનસભા મતવિસ્તારોમાં 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા અને 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું.
115-માતર વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના 53 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા 30 મતદારો, 117- મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના 34 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા 11 તથા 119-ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના 65 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા 20 મતદારો નોંધાયા હતા. જે અન્વયે 115-માતર વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના કુલ 50 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ 29 મતદારો, 117- મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના કુલ 33 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ 11 તથા 119-ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના કુલ 26 અને 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ 17 મતદારોએ હોમ વોટીંગ થકી મતદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 29 એપ્રિલના રોજ 116-નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં તથા તા. 30 એપ્રિલના રોજ 118- મહુધા અને 120 કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં હોમ વોટીંગ યોજાશે.