મહીસાગર,કડાણાડેમના ઉપરવાસના જળ વિસ્તાર રાજસ્થાન રાજયના ડુંગરપુર અને બાંસવાડા જીલ્લાના અંતરીયાળ વિસ્તારને અડીને આવેલ હોવાથી આ જળ માર્ગે માણસોની અવર જવર થાય છે અને આ જળમાર્ગેથી દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થવાની શકયતા રહેલ છે. જેથી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન જીલ્લામાં આદર્શ આચારસંહિતા અને કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડાણા ડેમની ઉપરવાસના જળ વિસ્તારમાં શંકાસ્પદ માણસોની અવર જવર રોકવા સારૂ કડાણા ડેમનો જળ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે. જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે,કડાણા ડેમની ઉપરવાસના જળ વિસ્તારમાં શંકાસ્પદ માણસોની અવર જવર અટકાવવા માટે કડાણા ડેમનો જળ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.