નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજીત 7000 થી વધુ વીજ પુરવઠાને લગતી વિવિધ ફરિયાદોનો ઉકેલ કરવામાં આવ્યો છે. જેમાં 32 જેટલી ટ્રાન્સફોર્મરની, 451 જેટલી વીજપોલની અને 2 જેટલી અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે.
હાલ એમજીવીસીએલ વિભાગની 4 ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ ટીમ, 20 ફોલ્ટ રીપેરીંગ ટીમ અને 20 કોન્ટ્રાક્ટર ટીમો દ્વારા વીજ પુરવઠાને લગતી સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત છે.
આ પ્રસંગે અધિક્ષક ઇજનેર મધ્ય ગુજરાત વીજ કંપની, નડિયાદ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે ખેડા જીલ્લામાં તાજેતરના ફ્લડ અને વરસાદના કારણે અંદાજીત 189 જેટલા ગામ પ્રભાવિત થયા હતા. આ પરિસ્થિતિને કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને એમજીવીસીએલ વિભાગ દ્વારા ત્રણ દિવસમાં યથાવત કાર્યરત કરી 7,000 થી વધુ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું.