- સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા મફતભાઇની અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી.
જીલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત મફતભાઈ ભોઈની અધિક્ષક તરીકે બઢતી સાથે લુણાવાડા ખાતે નિમણુક થતા જીલ્લા માહિતી કચેરી દાહોદ ખાતેથી માહિતી સ્ટાફ દ્વારા તેઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
આ અવસરે જોઈન્ટ ડાયરેક્ટરનો ચાર્જ સંભાળતા સંયુક્ત માહિતી નિયામક પારૂલ મણિયાર દ્વારા શાલ અને ગુલદસ્તા વડે સન્માન કરીને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી હતી તેમજ કચેરીના તમામ કર્મયોગીઓએ મફતભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છેકે, જીલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ પ્રત્યે કાર્યશીલ રહેતા મફતભાઈએ વર્ષ 2011 થી 2016 સુધી ગોધરા ખાતે, લુણાવાડા ખાતે 2017 થી 2020 સુધી સેવા બજાવી વર્ષ 2020 થી જીલ્લા માહિતી કચેરી, દાહોદ ખાતે પોતાની ફરજ બજાવતા હતા.
વિદાય સમારોહમાં તેમણે પોતાના જીલ્લા માહિતી કચેરી, દાહોદ ખાતે બજાવેલી ફરજના સંસ્મરણો વાગોળ્યા હતા તથા તમામ કર્મયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.