જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા દ્વારા બહાર પડાયું જાહેરનામું


મતદાન મથકની અંદર અને આજુબાજુના 200 મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિતને મોબાઈલ, સેલ્યુલર ફોન,પેજર,કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/ વોકીટોકી,લેપટોપ લઈ જવા અંગે પ્રતિબંધ
ગોધરા,
ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી2022ના બીજા બકકામાં પંચમહાલ જિલ્લાની વિધાનસભા મતવિભાગની બેઠકોની ચૂંટણી અંતર્ગત તા.05/12/2022ના રોજ મતદાન, તા.08/12/2022ના રોજ મતગણતરી અને તા.10/12/2022ના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થનાર છે.

ચુંટણી પંચ, નવી દિલ્હી ધ્વારા બંધારણની કલમ-324 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસે એટલે કે તા.05/12/22ના રોજ મતદાન મથકની અંદર અને આજુબાજુના 200 મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિતને મોબાઈલ, સેલ્યુલર ફોન,પેજર,કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/ વોકીટોકી,લેપટોપ લઈ જવા અંગે પ્રતિબંધ મૂકવા જરૂરી આદેશો બહાર પાડેલ છે.

સબબ મુકત અને ન્યાયી રીતે ચુંટણી પ્રક્રિયા દરમ્યાન સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે જિલ્લામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાન મથકની અંદર તથા તેની 200 મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ, સેલ્યુલર ફોન,પેજર,કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/ વોકીટોકી,લેપટોપ સાથે પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, સને.1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144 મુજબ મને મળેલ સત્તાની રૂએ પંચમહાલ જિલ્લા વિસ્તારમાં તા.05/12/2022ના રોજ નિયત થયેલ મતદાન મથકો ખાતે તેની અંદર અને તેની આજુબાજુના 200 મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ, સેલ્યુલર ફોન,પેજર,કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/ વોકીટોકી,લેપટોપ સાથે લઈ જઈ શકશે નહિં અથવા તેનો ઉપયોગ કરી શકશે નહિ.

આ આદેશનો ભંગ કરીને જો કોઈ વ્યકિત પાસે મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર,કોડલેસ ફોન અને વાયરલેસ સેટ,વોકીટોકી, લેપટોપ જેવા સાધનો મળી આવશે તો ઉલ્લંધન કરનાર ઈસમ ભારતના ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આ હુકમના નિયંત્રણો ભારતના ચુંટણી પંચે જે વ્યક્તિઓ, મતદાન મથકના ફરજ ઉપરના પ્રિસાઈડીંગ ઓફીસર, ફ2જ પ2ના બીએલઓ, ચૂંટણીપંચના નિરીક્ષકો તથા નિરીક્ષકોના લાયઝન અધિકારીઓ, સેકટર ઓફિસર, માઇક્રો સ્ટેટીક ઓબ્ઝર્વર, કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ ધરાવતા અધિકારીઓ, સુરક્ષા અધિકારીઓ અથવા ચૂંટણી અધિકારીએ નિમેલા ચુંટણી ફરજ પરના અધિકારીને લાગુ પડશે નહી.