જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલે બહાર પાડ્યું જાહેરનામું, હથિયારો જાહેરમાં લઈ જવા કે પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ

ગોધરા,
ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી 2022ના બીજા તબકકામાં પંચમહાલ જિલ્લાની વિધાનસભા મતવિભાગની બેઠકોની ચૂંટણી અંતર્ગત તા.05/12/2022ના રોજ મતદાન, તા.08/12/2022ના રોજ મતગણતરી અને તા.10/12/2022ના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થનાર છે.જેને લક્ષમાં લઈ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેર સુલેહ શાંતિ યોગ્ય રીતે જળવાય અને મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે સંપન્ન થાય તે હેતુથી જાહેરમાં ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ-144 અન્વયે ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી પરિણામ જાહેર થતાં સુધી લાયસન્સવાળા હથિયારો જાહેરમાં લઈને જવા ઉપર પ્રતિબંધ લાદવા તથા અન્ય તિક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે, તલવાર, ભાલા, તીરકામઠા વિગેરે જાહેરમાં પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આ હુકમની તારીખથી તા.10/12/2022ના કલાક: 24-00 સુધી તમામ લાયસન્સવાળા હથિયારો, તિક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે, તલવાર, ભાલા, તીરકામઠા વિગેરે જેવા અન્ય હથિયારોને જાહેરમાં પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાવમાં આવે છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીઓને જાહેરનામાના ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.