મહીસાગર, મહીસાગર જીલ્લામા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન સમગ્ર મહીસાગર જીલ્લાના મતદારોને આદર્શ લોકશાહીની પ્રતિતી કરાવે તેવી શાંત, સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તેવું વાતાવરણ સર્જવા, ચૂંટણી દરમ્યાન નશીલા પદાર્થેના ઉપયોગની અસર અને જાહેર જીવનને પરેશાન કરે તેવી શક્યતા નિવારવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે દારૂ અને નશાયુક્ત પદાર્થેનું વેચાણ કે પીરસવાનું અટકાવવા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
મહીસાગર જીલ્લાના વિસ્તારમાં આવેલ દારૂ અને નશાયુક્ત પદાર્થેના વેચાણ માટેના પરવાના ધરાવનારાઓએ મહીસાગર જીલ્લાના વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી દારૂ અને નશાયુક્ત પદાર્થેનું વેચાણ સ્થળ/દુકાન/ રેસ્ટોરન્ટન્ટ/ કલબ કે અન્ય કોઇપણ સ્થળ કે જ્યાં દારૂ અને નશાયુક્ત પદાર્થેનું વેચાણ થતુ હોય તેવા સ્થળો બંધ રાખવા તથા અત્રેના જીલ્લાના તાલુકાઓની સરહદ/ સીમા પાડોશી રાજ્ય સાથે જોડાયેલ છે. સદર સરહદીય ગામોમાંથી તથા કડાણા ડેમના જળ માર્ગેથી દારૂની હેરફેર અત્રેના જીલ્લામાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી જેથી અત્રેના જીલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં દારૂની હેરફેર/વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.
હુકમનો ભંગ/ ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ની કલમ-68 તથા 90 ની જોગવાઇ મુજબ તેમજ લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમ-1996 ધ્વારા દાખલ કરવામાં આવેલ લોકપ્રતિનિધિત્વ-1951 ની કલમ-135(સી) મુજબ કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.