જીલ્લામાં યોજનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાને ધ્યાને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આપેલ સૂચનો

  • ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા તા.24/06/2024 થી તા.06/07/2024 સુધી યોજાશે.
  • પરીક્ષાર્થીએ પરીક્ષા સમય પહેલાં પરીક્ષા સ્થળે પહોંચવાનું રહેશે.

દાહોદ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે આગામી ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા તા.24/06/2024 થી તા.06/07/2024 સુધી યોજાનાર છે. પૂરક પરીક્ષા માટે પરીક્ષાર્થીઓના પ્રવેશપત્રો બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી પરીક્ષાર્થીઓને આપવામાં આવેલ છે. પરીક્ષાર્થીઓએ પ્રવેશપત્ર સાથે આપવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરીને તે મુજબ અનુસરવાનું રહેશે.

આટલું ન કરીએ:

  1. પરીક્ષાસ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો ન લઈ જઈએ.
  2. પરીક્ષાસ્થળ કે પરીક્ષાખંડમાં પરીક્ષા દરમિયાન મોબાઈલ હશે તો તે ગેરરીતિપાત્ર ગૂનો બને છે. જેથી પરીક્ષાસ્થળ કે પરીક્ષાખંડમાં મોબાઈલ ના લઈ જઈએ.
  3. ઉત્તરવહીમાં લખાણ માટે ભૂરી (વાદળી) શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ.

આટલું કરીએ:

  1. પૂરક પરીક્ષાનું Admission Card (Hall Ticket) શાળા પરથી મેળવી તેમાં દર્શાવેલ પરીક્ષાનું સ્થળ (Examination Building) જાણીને તે સ્થળ ક્યાં છે તેની જાણકારી મેળવી લઈએ.
  2. Admission Card (Hall Ticket) માં આપના પૂરક પરીક્ષાના વિષયોની તારીખ અને સમય ધ્યાનમાં રાખશો.
  3. Admission Card (Hall Ticket) માં દર્શાવેલ પરીક્ષાસ્થળ અને તમારા રહેઠાણ વચ્ચેનું અંતર, મુસાફરી માટેના સમયની ગણતરી અને ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પરીક્ષા સમય પહેલાં પહોંચવાનું સુનિશ્ચિત કરીએ.
  4. Admission Card (Hall Ticket) માં દર્શાવેલ વિષય માટે પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં પરીક્ષાખંડમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
  5. જે વિષયમાં ગણતરીના પ્રશ્ર્નો આવતા હોય તેવા વિષયોમાં ગણતરી કરવા માટે સાદું ગણનયંત્ર વાપરી શકાશે.
  6. પ્રશ્ર્નપત્રમાં છાપવામાં આવેલ “મહત્વની સૂચનાઓ” ધીરજથી અવશ્ય વાંચીને તે મુજબ અનુસરવું.
  7. ઉત્તરવહીના પેજ નં.-2 ઉપર છાપવામાં આવેલી પરીક્ષાર્થીઓ માટેની અગત્યની સૂચનાઓને પરીક્ષા ખંડમાં વાંચી લેવી.
  8. Admission Card (Hall Ticket) માં દર્શાવેલ બેઠક નંબર મુજબ જ પરીક્ષાખંડમાં પાટલી ઉપર દર્શાવેલ બેઠક નંબરની ચકાસણી કરીને જ બેસીએ.