- જીલ્લામાં આંગણવાડી, બાલ વાટીકા, ધો-1, ધો-9 અને ધો-11ના કુમાર અને ક્ધયા મળીને કુલ 79,333 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશાત્સવ યોજાશે.
- જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ.
- ખેડા જીલ્લાની કુલ 2,096 ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
- જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.
નડિયાદ, જીલ્લા કલેક્ટરએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક જોડાઈ સંબધિત અધિકારીઓને બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવા જણાવ્યું હતું. વધુમાં, તેઓએ અધિકારીઓને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જે ગામોમાં ફરજ સોંપવામાં આવે ત્યાં જઈ ત્યાંના માળખાગત વિકાસ અંગેના પ્રશ્ર્નો અને મુશ્કેલીઓ વિશે પણ માહિતી મેળવવા જણાવ્યું હતુ.
પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાધેલાના જણાવ્યા અનુસાર ખેડા જીલ્લામાં તા. 27 થી 29 જૂન સુધી ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં કુલ 107 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.
જીલ્લાની કુલ 1370 પ્રાથમિક શાળાઓમાંથી 756 શાળાઓમાં પદાધિકારી અને અધિકારીઓઓની ઉપસ્થિતિમાં પ્રવેશાત્સવ કાર્યક્રમ યોજાશે. ઉપરાંત કુલ 614 શાળાઓમાં શાળા કક્ષાએ પ્રવેશાત્સવ કાર્યક્રમ યોજાશે.
વધુમાં, કુલ 286 સરકારી, ગ્રાન્ટેડ-માધ્યમિક,ઉ.માધ્યમિક શાળાઓમાંથી 213 શાળાઓમાં પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. અન્ય 73 શાળાઓમાં શાળા કક્ષાએ પ્રવેશોત્સવનું આયોજન છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લામાં આંગણવાડી, બાલ વાટીકા, ધો-1, ધો-9 અને ધો-11ના કુમાર અને ક્ધયા મળીને કુલ 79,333 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશાત્સવ કરાવવામાં આવશે. વધુમાં, 2021-22 થી લઈ 2024-25 સુધીમાં ધો-1 માં પ્રવેશ મેળવેલ હોય અને હાલ ક્રમશ ધો-4,3,2,1 માં અભ્યાસ કરતી હોય એવી ખેડા જીલ્લાની કુલ 2,096 ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, જીલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા, પ્રાંત અધિકારીઓ સહિત સંબધિત વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.