જીલ્લામાં સમાવેશ થયેલ સીટી સરવે વિસ્તારની મિલકતો તથા ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી થયેલ જમીનોમાં બાકી મહેસુલ/વિશેષધારાની વસુલાત ઝુંબેશના ધોરણે શરૂ

  • જીલ્લાના બિનખેતી થયેલ જમીનોનો બાકી મહેસુલ વેરો તાકીદે ભરપાઇ કરવા જાહેર અપીલ.

નડીયાદ, સીટી સરવે વિસ્તારમાં આવેલ તમામ મિલકતો તથા જીલ્લાના તમામ ગામોમાં બિનખેતી થયેલ જમીન ઉપર સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો મહેસુલ વેરો જે તે મિલકતધારકોએ ભરપાઇ કરવાનો થાય છે. બિનખેતી થયેલ જમીન મિલકતોમાં વિશેષધારો, લોકલશેષ અને શિક્ષણઉપકરની રકમ અગાઉ તલાટી દ્વારા વસુલાત કરવામાં આવતી હતી તે કામગીરી સરકારના મહેસુલ વિભાગના તા. 16/09/2027ના જાહેરનામાક્રમાંક GHM/2017/264/CTS/132017/h થી થયેલ સૂચના મુજબ હવેસીટી સરવેકચેરીઓને સુપ્રત કરવામાંઆવેલ છે.

ખેડા જીલ્લામાં સમાવેશ થયેલ સીટી સરવે વિસ્તારની મિલક્તો તથા ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી થયેલ જમીનોમાં બાકી મહેસુલ/વિશેષધારાની વસુલાત કરવા અંગે જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે આપેલ સુચના મુજબ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેથી જીલ્લાના બિનખેતી થયેલ જમીનોનો બાકી મહેસુલ વેરો તાકીદે ભરપાઇ કરવા તમામને જણાવવામાં આવ્યુ છે. અને આ બાબતમાં સહયોગ આપી નજીકની સીટી સરવે કચેરીનો સંપર્ક કરી પોતાની જમીન-મિલકત બાબતે વિશેષધારો, લોકલશેષ અને શિક્ષણ ઉપકરની મહેસુલવેરાની બાકી રકમ તાકિદે ભરી દેવા જાહેર અપિલ કરવામાં આવી છે.

વધુમાં મિલકતના પ્રોપર્ટીકાર્ડમાં થતી ફેરફાર નોંધ અંગેની કામગીરીમાં અસુવિધા ઉભી ન થાય તેમજ બોજા નોંધ દાખલ થવાની કાર્યવાહીથી બચવા સમયસર સામેથી લાગુ પડતી સીટી સરવે કચેરીનો સંપર્ક કરી મહેસુલવેરાની બાકી નિકળતી રકમની ખાત્રી કરી ભરી જવા સીટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ ખેડાના તાબામાં આવતી શહેરી તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બિનખેતી થયેલ જમીનો માટે બાકી મહેસુલની વસુલાતની કામગીરી નીચે મુજબની વિગતે કરવામાં આવી રહેલ છે.

શહેરી તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બિનખેતી થયેલ જમીનો માટે બાકી મહેસુલની વસુલાતની કામગીરી નીચે મુજબ કરવામાં આવી રહેલ છે. તો તેમનો સંપર્ક કરવા જણાવાયુ છે.

ખેડા શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સિટી સરવે કચેરી ખેડા મુકામે મે.સ. નરેશભાઇ સી. પ્રજાપતિ. મો. નં. 9724844682, મહુધા શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સિટી સરવે કચેરી મહુધા મુકામે મે.સ. મુકેશભાઇ બી. પ્રજાપતિ. મો. નં. 8141888002, મહેમદાવાદ શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સિટી સરવે કચેરી મહેમદાવાદ મુકામે મે.સ. મુકેશભાઇ બી. પ્રજાપતિ. મો. નં. 8141888002, વસો શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સિટી સરવે કચેરી વસો મુકામે મે.સ. જીગ્નેશભાઇ એલ. વાઘેલા મો. નં. 93284 30598, માતર શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સિટી સરવે કચેરી માતર મુકામે મે.સ. જીગ્નેશભાઇ એલ. વાઘેલા મો. નં. 9328430598 સીટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ ખેડાએ ઉપરોકત તાલુકા મુજબ સંપર્ક કરવા જણાવાયુ છે.