નડિયાદ,જીલ્લાના પ્રિ-મોન્સૂન પ્લાન નોડલ અધિકારીઓની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન 2024 એક્શન પ્લાન આયોજન અંગે બેઠકો યોજાઈ હતી. જેમાં નડિયાદ પ્રાંત અધિકારી કે.એસ. સુવેરાની અધ્યક્ષતામાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની કચેરી, નડિયાદ (ગ્રામ્ય) જીલ્લા સેવા સદન ખાતે, કપડવંજ નાયબ કલેકટર અનિલ ગૌસ્વામીની અધ્યક્ષતામાં કપડવંજ, નાયબ કલે., જ.સુ. અપીલ, નડીયાદ, વિમલ ચૌધરીની અધ્યક્ષતામાં મહુધા, પ્રાંત અધિકારી, ઠાસરા પુનમ પરમાર અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી(પંચાયત)ના સંયુક્ત ઉપક્રમે ઠાસરા સબડિવિઝન ખાતે, નાયબ કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીની અધ્યક્ષતામાં મહેમદાવાદ અને જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારીની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી માતર ખાતે પ્રિ-મોન્સૂન 2024 એક્શન પ્લાન અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ ડિઝાસ્ટર નોડલ અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં ડિઝાસ્ટર સંદર્ભમાં સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીના આયોજન બાબતે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ડિઝાસ્ટર નોડલ અધિકારીઓએ સંબંધિત વિભાગના અધિકારીઓને આગામી 25 મે સુધીમાં પ્રિમોન્સૂન કામગીરી બાબતે થનાર કામગીરીના આયોજન બાબતે ચર્ચા કરી. વધુમાં કાંસ, ગટર લાઈન, કેનાલ, રોડ રસ્તા વગેરેને ચોક્કસ સમય ગાળામાં સફાઈ કરવા, વીજપોલ વગરેને નિયમિત ચકાસણી અને આપત્તિ સમયે જોગવાઇ કરવામાં આવનાર આશ્રયસ્થાનોની યાદી વગરે સુનિશ્ચિત કરી અહેવાલ આપવા જણાવ્યું હતું. ખાસ, તેમણે નદીની આસપાસના વિસ્તારમાં ઓવરફ્લો થનાર જગાઓ પર સાઈનબોર્ડ લગાવવા તથા તે સ્થળો પર પોલીસ જવાન નિયુક્ત કરવા જણાવ્યું હતું. સાથે જ જે તે આપત્તિ કે હોનારત બનવાના સમયે તત્કાલ સંબધિત ડિઝાસ્ટર નોડલ અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મામલતદાર કચેરી, ફોરેસ્ટ, પોલીસ, આરટીઓ, પશુપાલન, નગરપાલિકા, એસટી, પુરવઠા, શિક્ષણ, એમજીવીસીએલ, આરોગ્ય, શિક્ષણ, આર બી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.