જીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત કચેરી મહીસાગર ના રોજમદારને નિવૃત્તિ પછીના તમામ લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ થતા સરકારી વિભાગમાં ભૂકંપ અને પરિવારમાં આનંદ

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા મુકામે આવેલ જીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત ગોધરા જે તે સમયે સરકાર દ્વારા જીલ્લાઓનું વિભાજન થતાં હાલ આ કચેરી જીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મહીસાગર ના નામથી ઓળખાય છે, તેનાના તાબા હેઠળની કચેરી ખેતીવાડી અધિકારી બેનર યોજના લુણાવાડા મુકામે તારીખ 20/19/72થી રોજમદાર તરીકે ફરજ બજાવતા પટેલિયા ડાભાભાઇ મંગળભાઈ જેઓ ની નોકરીના દરમિયાન સરકારના તારીખ17/10/88 ના પરિપત્ર ના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા જે બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈનો સંપર્ક કરી તેમના દ્વારા પરિપત્રના મુજબના લાભો મેળવવા અને તે મુજબનું પગાર ધોરણ ચૂકવવા સંસ્થાના લાગતા અધિકારીઓને નોટીસ આપેલ પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા ફેડરેશને મજુર અદાલત ગોધરા સમક્ષ પરિપત્ર મુજબના લાભો અને પગાર તફાવતની રકમ મેળવવા વિવાદ ઉપસ્થિત કરેલ જેવી વિવાદ ચાલી જતા અરજદારને પરિપત્રના લાભો આપવામાં ગોધરા મજુર અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ તે હુકમથી નારાજ થઈ સરકાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસસીએ નંબર 1464/20 દાખલ કરેલ આ તમામ કાયદાકીય પ્રક્રિયાના સમય દરમિયાન અરજદારને તારીખ 30/8/06 નિવૃત કરવામાં આવેલ અરજદારે કુલ 34 વર્ષ જેટલી નોકરી કરવા છતાં તેઓને નિવૃત્તિના કોઈ લાભો આપવામાં આવેલ ન હતા. સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી વિવાદી કામે ફેડરેશનના એડવોકેટ દિપક આર. દવે તે કામે હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત બંને પક્ષકારોની દલીલો ધ્યાને લઈ તારીખ 02/02/2024 નારોજ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના એમ.ભટ્ટ અરજદાર પટેલિયા ડી.એમ. ને નિવૃત્તિની તારીખથી તેમને મળવાપાત્ર તમામ લાભો જેવા કે પેન્શન પેન્શન તફાવત ગ્રેજ્યુટી બાકી નીકળતી રજાઓ તેમજ 17/10/88 ના પરિપત્રના તફાવતની રકમ ચૂકવવાનો આખરી આદેશ કરતા સરકારી વિભાગમાં ભૂકંપ જ્યારે કામદાર આલમ તેમજ અરજદારના પરિવારમાં આનંદ છવાવ્યો છે