દાહોદ, દાહોદના આદિવાસી વિકાસ ભવન, BSNL સામે, ચાકલિયા રોડ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના ઉપક્રમે ઉદ્યોગ સ્થાપવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકોને પ્રશિક્ષણ પ્રશ્ચાત, કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી. જેમાં પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકીએ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના કાર્યોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.
કાનૂની જાગૃતિ શિબિરમાં ડેવલોપમેન્ટ ઓફિસર રતનસિંહ બામણિયા, જીલ્લા ઉદ્યોગ વિભાગ માંથી નિવૃત્ત થયેલ હિંમતસિંહ ચૌહાણ, પ્રશિક્ષણના સંચાલક જીગ્નેશ ચૌહાણ, પ્રદીપ રાઠોડ અને પ્રશિક્ષાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.