નડીયાદ,જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન. એ. અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી . ડી બી. જોષીનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ . જે.આર.પંડિત દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે તા.20/02/2024ના રોજ WORLD DAY SOCIAL JUSTICE વિશ્વ સામાજીક ન્યાય દીન ની ઉજવણી અંતર્ગત પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે અભ્યાસ કરતાં વિધાર્થીઓને બાળકો – મહિલાઓને લગતાં કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજનાં આ કાર્યક્રમના યજમાન તરીકે પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ નડીઆદનાં આચાર્ય ડો. યોગેશ જૈન દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદનાં પેરા લીગલ વોલન્ટીયર . આર. આર. સોલંકી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ ડી.બી. જોષી દ્વારાWORLD DAY SOCIAL JUSTICE વિશ્વ સામાજીક ન્યાય દીન ઉજવણીનો હેતુ, બાળકો – મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
આજનાં આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ નડીઆદનાં વહીવટી અધિકારી. નિમિષ પુરાણીનાં માર્ગદર્શન હેઠળ શાળાના ઇવેન્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ, જેમાં મહિલા શાળાનાં શિક્ષકગણ તથા વિધાર્થીઓ સહિત કુલ-140 વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.