નડીયાદ,ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ તા.22/04/2024 વિશ્વ પૃથ્વી દિન નિમિતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા સામાજીક વનીકરણ વિભાગ ખેડા-નડીઆદનાં સહયોગથી જીલ્લા ન્યાયાલય નડીઆદ મુખ્ય મથક તથા તાલુકા મથકે આવેલ તાલુકા કોર્ટો ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશેના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીલ્લા ન્યાયાલય નડીઆદ મુખ્ય મથક ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ. અંજારીઆનાં અધ્યક્ષપણા હેઠળ પ્રિન્સિપાલ ફેમીલી જજ સહિત તમામ ન્યાયાધીશઓ, જીલ્લા સરકારી વકીલ, નડીઆદ બાર એસોસિયેશનનાં પ્રમુખ-મંત્રી કારોબારી સભ્યો, સામાજીક વનીકરણ વિભાગ ખેડા-નડીઆદનાં અધિકારી-કર્મચારીઓ, જીલ્લા ન્યાયાલય નડીઆદનાં રજીસ્ટ્રાર સહિત સૌ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તથા નડીઆદ ખાતે આવેલ આઈ.ટી.સી. કંપનીમાં કામ કરતાં કામદાર ભાઈઓ બહેનો માટે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં પેનલ એડવોકેટ આઈ એસ. સૈયદ, પેરા લીગલ વોલન્ટીયર એમ એમ. પરમાર દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય તથા અન્ય મહિલાઓ અને કામદારોને લગતાં વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી.
આમ, આજનાં આ જીલ્લા ન્યાયાલય નડીઆદ મુખ્ય મથક, તાલુકા કોર્ટો સહિત અન્ય જગ્યાઓએ યોજાયેલ વિશેષ વૃક્ષારોપણ તથા કાનૂની જનજાગૃતિ કાર્યક્રમોમાં કુલ-300 થી વધુ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમોને સફળ બનાવેલ છે. તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી . ડી બી. યાદીમાં જણાવેલ છે.