જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન અનુસાર તા.05/06/2024 નાં રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય નડીઆદ દ્વારા સામાજીક વનીકરણ વિભાગ ખેડા નડીઆદનાં સહયોગથી જીલ્લા મુખ્ય મથક નડીઆદ તથા તાલુકા મથકે આવેલ તાલુકા કોર્ટો ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.

જેમાં જીલ્લા ન્યાયાલય નડીઆદ મુખ્ય મથક ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય ખેડા-નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એન.એ.અંજારીઆનાં અધ્યક્ષપણા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રિન્સિપાલ ફેમીલી જજ સહિત તમામ ન્યાયાધીશઓ, જીલ્લા સરકારી વકીલ, સકારી વકીલઓ, નડીઆદ બાર એસોસિયેશનના પ્રમુખ-મંત્રી કારોબારી સભ્યો, સામાજીક વનીકરણ વિભાગ ખેડા-નડીઆદનાં અધિકારી-કર્મચારીઓ, જીલ્લા ન્યાયાલય નડીઆદના રજીસ્ટ્રાર સહિત સૌ કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યાં હતા તથા તાલુકા મથકે આવેલ કોર્ટોમાં ન્યાયાધીશ, સરકારી વકીલઓ, બારએસોસિયેશનનાં વકીલઓ તથા કર્મચારીઓએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરીને વિશ્ર્વ પર્યાવરણ દિન ઉજવણી કરી હતી.

આમ, જીલ્લા ન્યાયાલય નડીઆદ મુખ્ય મથક તથા તાલુકા કોર્ટો ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમો કરવામાં આવેલ તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.બી. જોષીએ અખબારી યાદીમાં જણાવેલ છે.