જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઊજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

નડીયાદ,જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એન. એ. અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી.બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે.આર. પંડિત દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે તા.12/01/2024નારોજ NATIONAL YOUTH DAY રાષ્ટ્રીય યુવા દીનની ઉજવણી અંતર્ગત યુનિ ટ્રસ્ટ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડીઆદનાં સંયુક્ત ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ અને મહિલાઓને લાગતાં કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજનાં આ કાર્યક્રમના યજમાન તરીકે યુનિ ટ્રસ્ટ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડીઆદનાં આચાર્ય હસિત મહેતા દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મહિલા પોલીસ સ્ટેશન, ખેડા-નડીઆદનાં પોલીસ ઈન્સ્પેકટર ઉષા એચ.કાતરીયા અને તેમની SHE ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને સ્વરક્ષણ તકનીક (SELF DEFENCE TECHNIQUE ) વિષય પર તેમની SHE ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન આપીને સરકારનાં પોલીસ વિભાગ દ્વારા કાર્યરત મહિલાઓની સુરક્ષા અને સલામતી માટેની કામગીરી અને વિવિધ હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી.

કાર્યક્રમના અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ ડી.બી. જોષી દ્વારા મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા યુનિ ટ્રસ્ટ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડીઆદનાં આચાર્ય શ્રી. હસિત મહેતાના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રોફેસર રજનીબાલા પટેલ દ્વારા કરવામાં આવેલ, જેમાં મહિલા કોલેજની વિધાર્થીનીઓ, પ્રાધ્યાપકગણ અને આમંત્રિતો સહિત કુલ-350 વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.