દાહોદ,
દાહોદ તાલુકાના છાપરી ગામ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના માર્ગદર્શન અનુસાર પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી દ્વારા મહેસૂલ એકટની જાગરૂકતા શિબિર યોજાઈ.
શિબિરના પ્રારંભમાં મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. શિબિરમાં ઉપસ્થિત વકીલ ડી.આર.બેનીવાલે મહેસૂલ એકટની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવી. પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી એ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના કરાતા કાર્યો અને પોકશો એકટ જેમાં યોન શોષણનો વિષય બધાં માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે દરેક માતા-પિતાને આ માટે સજાગ બનવા અનુરોધ કર્યો હતો.
શિબિરને સફળ બનાવવા છાપરી ગ્રામ પંચાયતના સરપંચ લતાબેન શૈલેષભાઈ નિનામા, ડેપ્યુટી સરપંચ નિલેશભાઈ, તલાટી કમ મંત્રી બિપીનભાઈ જાદવ, સામાજિક આગેવાન રાજેશભાઈ ભાભોર, ગામના આગેવાન મેતાભાઈ કિશોરી, બાબુભાઈ નિનામા, ભરતભાઈ ભુરીયા ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરની તમામ વ્યવસ્થા કાળુભાઇ નિનામા, પ્રદીપભાઈ રાઠોડ દ્વારા કરાઇ હતી. શિબિરમાં છાપરી ગ્રામ પંચાયતના 60 થી વધુ ગ્રામજનો જોડાઈને લાભ મેળવ્યો હતો.