જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દાહોદ દ્વારા હિન્દી દિવસ ની ઉજવણી કરાઇ

દાહોદ, દાહોદના ફ્રીલેન્ડગંજ માં આવેલી હિન્દી પ્રાઇમરી સ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સયુંકત ઉપક્રમે હિન્દી દિવસની ઉજવણી કરાઇ.14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

હિન્દી સેક્ધડરી અને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ માટે કાવ્ય પઠન, વક્રતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સેક્ધડરી સ્કૂલમાં પ્રથમ તિશા ગુપ્તા, દ્વિતીય પૂજા પ્રજાપત, તૃતીય સત્યા ભારદ્વાજ અને પ્રાઇમરી સ્કૂલમાં પ્રથમ કામિની કોલી, દ્વિતીય સમીર રાય, તૃતીય મયંક રાવત વિજેતાઓ બન્યા હતા. જેઓને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રમાણ પત્રો અને મેડલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા હિન્દી પ્રચાર સમિતિનાં પ્રમુખ જીતેન્દ્ર ઠાકુર, મંત્રી કિશન સિંઘ, સભ્ય હર્ષરાજસિંઘ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નરેન્દ્ર પટેલે કર્યું હતું. કાર્યક્રમનું સમાપન આઈ.આર. રાજપૂતે આભાર દ્વારા કર્યું હતું.