નડીયાદ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ .એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસારફુલ ટાઈમ સેક્રેટરી. ડી બી. જોષીનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે આર. પંડિત દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજ રોજ તા.24/01/2024 નાં રોજ NATIONAL GIRL CHILD DAY રાષ્ટ્રીય ક્ધયા દિવસની ઉજવણી અંતર્ગત જીલ્લા બાળ સુરક્ષા એકમ, ખેડા-નડીઆદનાં સંયુક્ત ઉપક્રમે નડીઆદ સ્થિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે.એસ.આયુર્વેદ મહાવિધાલયમાં તબીબી અભ્યાસ કરતાં વિધાર્થીઓ -વિધાર્થીનીઓને મહિલાઓને લગતાં કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજનાં આ કાર્યક્રમના યજમાન સંસ્થા જે એસ. આયુર્વેદ મહાવિધાલય તરફથી ડો. કૃપ વસાવડા દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ખેડા-નડીઆદનાં લિગલ કમ પ્રોબેશન ઓફીસર કિર્તિબેન જોષી દ્વારા મહિલાઓને લાગતાં વિવિધ કાયદાઓ, મહિલાઓ અને બાળકો માટેની સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા પોલીસ વિભાગ દ્વારા કાર્યરત મહિલાઓની સુરક્ષા અને સલામતી માટેની વિવિધ હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી.
કાર્યક્રમના અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ ડી.બી. જોષી દ્વારા તબીબી અભ્યાસનાં વિધાર્થીઓ અને ભાવિ ડોક્ટરોને મેડીકો લિગલ કેસ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીઓને તેઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
આજનાં આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા જે.એસ. આયુર્વેદ મહાવિધાલયમનાં ડીન અને આચાર્ય પ્રો. ડો.કલાપી પટેલ તથા પોસ્ટ ગ્રેજયુએટ ડાયરેક્ટર પ્રો.ડો.પ્રદિપ વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ કોલેજના ડો.કૃપ વસાવડા તથા ડો.ઇન્દિરબેન દ્વારા કરવામાં આવેલ. જેમાં મહિલા કોલેજનાં વિધાર્થીઓ, પ્રાધ્યાપકગણ અને આમંત્રિતો સહિત કુલ-120 વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.