
દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજના આચાર્ય મધુકર પટેલની આગેવાનીમાં સમસ્ત ઝાલોદ કોલેજના પરીવારે ઉમંગથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ પ્રોફે.ડો.અજિતસિંહ પરમારના માર્ગદર્શનમાં NCC ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ઉપર “એક પૈગામ દેશ કે નામ” પોતાની કૃતિ રજૂ કરી હતી. આ કૃતિએ સમસ્ત કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જેને બિરદાવતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના હસ્તે ડો.અજીતસિંહ પરમાર અને એન.સી.સી. કેડેડ્સનું સન્માન કરી સ્મૃતિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.