- જીલ્લાની ગરીબી રેખા હેઠળની 32 બહેનોએ રહેવા તથા જમવાની સુવિધા સાથે તાલીમ લીધી.
નડિયાદ,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ખેડા તથા રૂડસેટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા ખાતે બહેનો માટે યોજાયેલ સિવણ કાર્યક્રમનું સમાપનનું કરવામાં આવ્યું. આ તાલીમમાં ખેડા જીલ્લાની ગરીબી રેખા હેઠળની 32 બહેનોએ ભાગ લીધો હતો. જેમાં બહનો માટે રહેવા તથા જમવાની સુવિધા સાથે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, સંસ્થાના નિયામક લાદુરામ ભરલા સહિત સંસ્થાના કર્મચારીઓ અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.