
જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જીલ્લા કલેકટર દ્વારા અરેરા ગામના સરપંચ તથા ગ્રામજનો તરફથી કરવામાં આવેલ પ્રશ્ર્નોની રજૂઆત સાંભળવામાં આવી અને સંબંધિત સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે ખાતરીપૂર્વક આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું.

બેઠક અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ ગ્રામ્ય તથા અન્ય તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ગામના આગેવાનઓ, તલાટી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.