જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તા.28/03/2024 ના રોજ ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે

  • જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે તા. 10/03/2024 સુધીમાં અરજી કરી શકાશે

નડીયાદ, ગુજરાત સરકાર તરફથી જીલ્લા કક્ષાના પ્રશ્ર્નો માટે જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.28/03/2024 ને ગુરૂવારના રોજ સવારના 10:30 કલાકે કલેકટર, ખેડા – નડીઆદના અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેકટર કચેરી, મિટીંગ હોલ, નડીઆદ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા. 10/03/2024 સુધીમાં અત્રેની કચેરીને ત્રણ નકલમાં, સુવાચ્ય અક્ષરોમાં ઍ/4 કાગળ ઉપર કરવાની રહેશે. તા.10/03/2024 પછીથી મળેલ અરજીઓ આ મહીનાના લોક ફરીયાદ કાર્યક્રમમાં ચર્ચા માટે લેવામાં આવશે નહિ. અરજદારે પ્રશ્ર્નની રજુઆત સંબંધિત કચેરીને કરેલ હોવી જોઈએ તેમજ પ્રશ્ર્નની રજુઆત સંબંધિત તાલુકા કક્ષાએ “તાલુકા સ્વાગત કાર્યક્રમ”માં કરેલ હોવી જોઈએ અને જો ત્યાંથી પડતર હોય તેવા પ્રશ્ર્ન તેમજ જીલ્લા કક્ષાનો પ્રશ્ર્ન હોય, તેવી આધાર પુરાવા સહિત કરેલ રજુઆત જીલ્લા લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. અરજદારનો પોતાનો પ્રશ્ર્ન હોવો જોઈએ. બીજાનો પ્રશ્ર્ન રજુ કરી શકશે નહી. તેમજ એક જ વિષયની એક અરજી સ્વીકારવામાં આવશે. અરજદારે અરજીના મથાળે “જીલ્લા સ્વાગત કાર્યક્રમ ” ખાસ લખવાનું રહેશે. લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈ પણ અરજદાર એકથી વધુ પ્રશ્ર્નો પૂછી શકશે નહી તેમજ અરજદારે પોતાનું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર ફરજીયાત પણે દર્શાવી સહી સાથે અરજી કરવાની રહેશે. નામ, સરનામા તથા સહી વગરની તેમજ વ્યકિતગત આક્ષેપોવાળી અરજી તથા પોસ્ટ કાર્ડ કે આંતરદેશીય પત્રો વગેરે ઉપર કરેલ અરજીનો સમાવેશ કરવામાં આવશે નહી.

આ કાર્યક્રમમાં ન્યાયિક તુલ્ય બાબતો, નીતિ વિષયક, સેવા વિષયક, કોર્ટ મેટર, સ્ટે (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્ર્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જનસંપર્ક અધિકારી ખેડા-નડીઆદ દ્વારા જણાવાયુ છે.