જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે રોડ સેફટીની મિટિંગ યોજાઈ. જેમાં જીલ્લા કલેકટરએ જીલ્લામાં થતાં રોડ અકસ્માતના સ્થળો પર સંબંધિત વિભાગના અધિકારીઓને સંયુક્ત મુલાકાત દ્વારા અકસ્માત બાબતે જરૂરી રિપોર્ટિંગ કરી અકસ્માત નિવારક ઉપાયો લાવવા સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેકટરએ રોડ સુધારણા કામગીરી, લાઇટિંગ, એકસીડન્ટ સંભવિત સ્થળો, બ્લેક સ્પોટ પર અકસ્માત સર્જાવાના કારણો, ઓવર સ્પીડ નિવારણ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરી આગામી સમયમાં આ અંગે કરવાની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, અધિક નિવાસી કલેકટર ભરત જોશી, નાયબ પોલીસ અધિક્ષક વી.ર.બાજપઈ, આરટીઓ અધિકારી ગૌરવ સોલંકી, માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયતના કાર્યપાલક ઇજનેર, નેશનલ હાઈવેના પ્રતિનિધિઓ, પોલીસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.