જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. જેમાં રોડ સેફટી બાબતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી માર્ગદર્શક સુઝાવો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં સ્કૂલના બાળકોનું પરિવહન, સ્કૂલ ઝોન ડેવલોપમેન્ટ, ઓવરસ્પીડ, દંડ વસુલાત, રેલીંગ, રોડ મરામત, સર્વિસ રોડ, રોંગ સાઈડ વાહન વ્યવહાર, બ્લેક સ્પોટ, અકસ્માતમાં મૃત્યુ અને ઇજાના બનાવ, રોડસેફ્ટી ઓડિટના સૂઝાવો, ગેરકાયદેસર પાર્કિંગ, ડીમ લાઈટના પ્રશ્ર્નો, વળાંકના રસ્તા માટે સાવધાની બોર્ડ, ક્રેસ બેરિયર, સ્ટ્રીટ લાઈટ, બ્લિન્કર્સ, રોડના પટ્ટા, હાઈ માસ્ટ, ચેતવણી બોર્ડ, બમ્પ, રોડ એંક્રોચમેન્ટ, ટ્રાફિક, ડાયવર્ઝન બોર્ડ,હાઇવે પ્રોપર્ટીને નુકસાન બાબતે ફરિયાદ અને પોલીસ પેટ્રોલિંગ બાબતે સંવાદ કરી કલેકટરએ નક્કર કામગીરી કરવા સૂચના આપી હતી.
જીલ્લા કલેકટરએ બૃહદ નડિયાદમાં સ્કૂલ ઝોન ડેવલપમેન્ટ કરવા, નીતિગત બાબતોને રોડ સેફ્ટી ઓથોરિટીમાં દરખાસ્ત મુકવા, ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરતા વાહનો ઉપર ખાસ નિયંત્રણ રાખવા અને રોડ સેફટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરીનું સતત નિરીક્ષણ કરતા રહેવાનું સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, નિવાસી અધિક કલેક્ટર ભરત જોષી, આરટીઓ, પોલીસ વિભાગ, આરએન્ડબી (સ્ટેટ) અને (પંચાયત), ફોરેસ્ટ, શિક્ષણ, નેશનલ હાઈવે, દાંડી માર્ગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.