નડિયાદ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રિ-મોન્સૂન 2024ની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં ચોમાસાની ઋતુ પહેલા ડિઝાસ્ટર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી બાબતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં ખેડા જિલ્લાનાં તમામ ડિઝાસ્ટર નોડલ અધિકારીઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન બાબતે કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ આ કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા. જેમાં, નિયત સમયગાળામાં કાંસ સફાઈ, ડીવોટરીંગ પંપ દુરસ્તી સમીક્ષા, ડિઝાસ્ટર કામગીરી માટે મોકડ્રીલ, કમ્યુનિકેશન પ્લાન, જર્જરીત મકાનો, ભયજનક સ્થળોને કોર્ડન કરવા, જર્જરીત વીજ પોલ, વીજ લાઈનને દુરસ્ત કરવા, પાણી, ગટર વગેરેની લીકેજ લાઈનને દુરસ્ત કરવા સહિતની અગ્તયની બાબતો પર ત્વરીત કામગીરી પુર્ણ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરએ સંબધિત વિભાગના તમામ અધિકારીઓને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી જવાબદારીપુર્વક અને ચોક્કસ સમયગાળામાં પુર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા તથા તાલુકાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.