- જીલ્લા કલેકટરએ કુલ 22 પ્રશ્ર્નોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી.
જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં રસ્તા, પી.એમ. કિસાન યોજના, ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ દબાણ, પાણીના નિકાલ સહિત બાબતોના કુલ 22 પ્રશ્ર્નોની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી હતી.
જીલ્લા કલેક્ટરએ આ પ્રશ્ર્નો બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે અરજદારોની હાજરીમાં જ રૂબરૂ સંવાદ કરીને પ્રશ્ર્ન નિરાકરણ બાબતે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
વધુમાં જીલ્લા કલેકટર એ જીલ્લા સ્વાગત કાર્યક્રમની ગંભીરતા સમજીને જવાબદાર અધિકારીઓ તરીકે કાયદાકીય જોગવાઈ મુજબ પ્રશ્ર્નોના નિરાકરણ લાવવા બાબતે કામગીરી કરવા સુચના આપી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, આસિસ્ટન્ટ કલેકટર અંચુ વિલસન સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.