ગોધરા,પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ગુણેશીયા ગામે જીલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ હતી.આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્ર્નો રજૂ કર્યા હતા જેનો જીલ્લા કલેકટરએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.
રાત્રીસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્ર્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રીસભામાં જીલ્લા વિકાસ અધિકારી ડી. કે. બારિયા, અધિક કલેક્ટર પ્રાયોજના ડી.આર.પટેલ, હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર, મામલતદાર, જીલ્લા અને તાલુકાના સંકલનના અધિકારીઓ સહિત ગ્રામ લોકો હાજર રહ્યા હતા.