જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આરોગ્ય વિષયક બાબતે વિવિધ કમિટીઓની સમીક્ષા મીટીંગ યોજાઈ. જેમાં જીલ્લા કક્ષાની સંકલન સમિતિ, ટીબી ફોરમ મીટીંગ, ગવર્નીંગ બોડી કમિટી, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને ડીસ્ટ્રીક્ટ લેવલ ફાયર સેફ્ટી ઓડીટ કમિટીની મીંટીંગ અંતર્ગત આરોગ્ય વિષયક વિવિધ બાબતોની સમીક્ષા કરી જીલ્લા કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન આપ્યુ.
આ બેઠક હેઠળ પ્રધાનમુક્ત ટીબી અભિયાન, ન્યુટ્રીશન કીટ, ટીબી નિદાન, ફોલોઅપ સારવાર, ટીબી પ્રિવેન્ટીવ થેરાપી, ટીબીમુક્ત પંચાયત સ્પર્ધા સહિતના ટીબી નિવારક ઉપાયો; રીપ્રોડક્ટીવ હેલ્થ ચાઈલ્ડ, આરસીએચ ટેકનીકલ કામગીરી, ફેમીલી પ્લાનીંગ પ્રોગ્રેસ રીપોર્ટ, આયુષ્યમાન આરોગ્ય મંદિર, કાયાકલ્પ રીપોર્ટ; એડલેસન્ટ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત પીઅર એડ્યુકેટર, તરૂણો સાથે સંવાદ, એનિમિયા, ટીનેજ પ્રેગન્સી, કૃમિ રોગ નાબુદી, કોન્ટ્રાસેપ્ટીવ યુઝ, માદક પીણા અને પદાર્થોનુ સેવન અને ફાયર સેફ્ટી ઓડીટ અતંર્ગત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, સીડીએચઓ ધ્રુવે, આરસીએચઓ, એડીએચઓ, ડીટીઓ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર, તાલુકા હેલ્થ ઓફીસરઓ, અન્ય મેડીકલ સ્ટાફ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.