લુણાવાડા, ગુજરાત હાઇકોર્ટમાં મહીસાગરના બાબુભાઈ ડામોર દ્વારા એડવોકેટ જિત્ત ભટ્ટ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે, મહીસાગરના આદિજાતિ વિસ્તારોમાં તેમને લગતા સરકારી વિકાસના કામ થયાં નથી અને ફક્ત પેપર ઉપર કામગીરી બતાવાઈ છે. જેને લઈને હાઇકોર્ટે મહીસાગર જિલ્લા પંચાયતના DDO ને વ્યક્તિગત સોગંદનામુ દાખલ કરવા જણાવ્યું હતું.
અરજદારનો કામ ન કરી પૈસા સેરવી લેવાનો આક્ષેપ આજે આ અંગે હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં DDO દ્વારા એફિડેવિટ ફાઈલ કરાઈ હતી. ઉઉઘ અને કડાણા DDO વતી ઉપસ્થિત થયેલા એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારે કામ નહિ કરીને પૈસા સેરવી લેવાનો આક્ષેપ કર્યો છે. જે સંદર્ભે DDO દ્વારા ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી અને તેનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. કામ ન થયા પણ ખોટા ફોટા રજૂ કરાયા જે મુજબ 65 કામ માંથી 31 કામ માટે ઉચ્ચ ઓથોરિટીની મંજૂરી નહિ મળતા તે કામ કરાયા નથી. જ્યારે બાકીના 34 કામના વર્ક કંપ્લિશન સર્ટિફિકેટ છે. જે મુદ્દે અરજદારે જણાવ્યું હતું કે, DDOની તપાસનો રીપોર્ટ RTI દ્વારા માંગવામાં આવ્યો હોવા છતાં અપાયો નહોતો. વળી જેની ઉપર આક્ષેપ છે તે તલાટી કમ મંત્રી અને પૂર્વ સરપંચ પણ DDO ની તપાસ ટીમના સભ્ય હતા. ખરેખર કામ થયા નથી, પણ ખોટા ફોટા રજૂ કરાયા છે. વધુ સુનાવણી 8 એપ્રિલે હાથ ધરાશે. આજે ગુજરાત હાઇકોર્ટે મહીસાગરના કલેકટરને આદેશ આપ્યો હતો કે, કલેકટર તેની કચેરીમાંથી ઓફિસરની ટીમ બનાવીને જે 34 કામ પૂર્ણ થયા છે. તેની સ્થળ ઉપર જઈને તપાસ કરશે. તેમજ તે રીપોર્ટ 6 અઠવાડિયામાં હાઈકોર્ટ સમક્ષ મૂકશે. આ મુદ્દે વધુ સુનાવણી 8 એપ્રિલે હાથ ધરાશે. અરજદારે જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતના ટ્રાઈબલ બેલ્ટમાં આવી સ્થિતિ છે.