
- જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.21/02/2024ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી.
નડીયાદ, આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજના રેલીંગની હાઇટ વધારવા, બ્રિજની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિકેશન મૂકવા બાબતે, નડિયાદના પિલવાઇ તળાવ આસપાસ ક્રેશ બેરિયર લગાડવા બાબતે થયેલ કામગીરીના પ્રગતિ અહેવાલ, નડિયાદ-ડાકોર-પાલી (SH-12) માર્ગના સુધારા અંગે કરેલ કામગીરી, અમદાવાદ- ઈન્દોર હાઈવે પરના ગેરકાયદેસર કટ બંધ કરવા NHAI દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી, આર.ટી.ઓ અને પોલીસ દ્વારા અકસ્માત સ્થળે થયેલ ચેકિંગની વિગતો, જિલ્લામાં આવેલ 04 બ્લેક સ્પોટ અંગેના અદ્યતન અહેવાલ સહિતના મુદ્દાઓ પર જિલ્લા કલેક્ટર દ્વારા સંબધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરએ પોલીસ અને સંબધિત મામલતદારઓને અકસ્માતના સ્થળોને સંયુક્ત મુલાકાત લઈ જિલ્લામાં ગંભીર અક્સમાતો નિવારણ માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર ભરત જોષી, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, આરટીઓ, આરબી, પોલીસ, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, નેશનલ હાઈવેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.