
જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ઠાસરા તાલુકાના રખિયાલ ગામે રાત્રી સભા યોજાઈ હતી. જેમાં, જીલ્લા કલેકટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે હકારાત્મક કામગીરી કરી સમસ્યાઓના નિવારણ કરવા સૂચનો આપ્યા.

વધુમાં, કલેકટર દ્વારા યોજનાકીય લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સરકાર તરફથી મળતી સહાયનો લાભ લેવા માટે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઠાસરા પ્રાંત અધિકારી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી (પંચાયત), પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.