જીલ્લા કલેક્ટરએ કરાવ્યો પોલીયો રસી કાર્યક્રમનો શુભારંભ: જીલ્લા કલેક્ટરએ બાળકોને રસી પીવડાવી ચોકલેટ આપી.

પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે નડિયાદના અર્બન હેલ્થ સેન્ટર-2, ઇન્દિરા નગર આંગણવાડી પોલિયો બુથની મુલાકાત કરી 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી પોલિયો રાઉન્ડનો શુભારંભ કરાવ્યો. જીલ્લા કલેકટરએ પોતાના હાથે બાળકોને રસી પીવડાવી ચોકલેટ આપી હતી. અને પોલીયો બુથની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

ઇન્દિરા નગર આંગણવાડી પોલિયોકુલ350 ઘરની2449 વસ્તીમાં 214 બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવશે. તા.23,24 અને 25ના રોજ નડિયાદ તાલુકાના કુલ 86,214 બાળકોને આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.

નોંધનીય છે કે 25 જૂન સુધી ચાલનાર પોલીયો રસીકરણના કાર્યક્રમ અંતર્ગત બાકી રહેલ બાળકોના વાલીઓનો સંપર્ક કરી ઘર-ઘર સુધી જઈ બાળકોને રસી આપવાનુ આયોજન છે.

આ પ્રસંગે જીલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધુવ્રે, આરસીએચઓ ડો. પઠાણ, નડિયાદ ટીએચઓ વિપુલ અમિન સહિત આરોગ્ય સ્ટાફ, આંગણવાડી બહેનો અને પોલીયો રસી માટે આવેલ વાલીઓ તેમના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.