જીલ્લા કલેકટરએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી

  • નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે કલેકટરએ શાળાના બાળકો સાથે તિથિ ભોજન લઇને જન્મ્દિવસ ઉજવ્યો.
  • નવા વાઢેલા પ્રાથમિક શાળાના બાળકો સાથે કેક કાપી તિથિ ભોજન લઇ જન્મદિનને યાદગાર બનાવ્યો.

જીલ્લા કલેકટર નેહા કુમારીનો આજે જન્મ દિવસ હોઇ તેઓ મહીસાગર જીલ્લાંના ખાનપુર તાલુકાના નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગયા હતા. જયાં તેમને પ્રાથમિક શાળાના બાળકો સાથે જાણે કે એક માતા જેમ પોતાના પુત્રને વ્હાાલ કરે તેમ તેઓની સાથે સંવાદ કરી કેક કાપીને પોતાના બાળકો સાથે જમીન પર બેસીને તિથિ ભોજન લઇને જન્મકદિવસની ઉજવણી કરી અન્યોનને પ્રેરણા પૂરી પાડી હતી.

કલેકટરએ આ પ્રસંગે શાળાના બાળકોને કંપાસ બોક્સ અને ચોકલેટ વિતરણ કરી બાળકોને અંતરિયાળ વિસ્તા રમાંથી બહાર આવી ઉચ્ચૂ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિના શિખરો સર કરી ગામનું, જીલ્લાનું, રાજયનું અને દેશનું નામ રોશન કરશો તેવી આશા વ્યણકત કરી બાળકોને તેમના ભવિષ્ય્ની શુભેચ્છારઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે જીલ્લા કલેકટર નેહા કુમારીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ,જીલ્લા નિવાસી અધિક કલેકટર સી.વી.લટા, ડીઆરડીએ ડાયરેક્ટર ચંદ્રિકાબેન ભાભોર, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી એમ.એન.મનાત, જીલ્લા પુરવઠા અધિકારી એન.બી.રાઠોડ,પશુપાલન અધિકારી, આરોગ્ય અધિકારી સહિત શાળાના આચાર્ય, શિક્ષક અને મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.