જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વસો ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નડિઆદ, જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં વસો, તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લા કલેકટરએ રોડ, રસ્તા, સફાઈ, કાંસ, સ્ટ્રીટ લાઈટ, જુના વિજ પોલ, વિજ વાયર અને ડિપી હટાવા અને જનસેવા ખાતે ઝેરોક્ષ સુવિધા આપવા સહિતના કુલ 10 પ્રશ્ર્નો બાબતે અરજદારોની રૂબરૂ રજૂઆત સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને નિશ્ચિત સમયગાળામાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં વસો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા