જિલ્લા કલેકટર આશિષ કુમારે ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામની મુલાકાત લીધી

ગોધરા,પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાએ ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે આ ગામની મુલાકાતની સાથે ગ્રામ પંચાયત,આંગણવાડી,પ્રાથમિક શાળાની વિઝિટ કરીને વિવિધ રેકર્ડ અને રજીસ્ટર ચેક કર્યા હતા. સરકાર તરફથી લાભાર્થી બાળકો,સગર્ભા/ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આપવામાં આવતા પેકેટ અને નાસ્તો સમયસર પહોંચે છેકે નહિ તેની તપાસ પણ કરી હતી. મહેસૂલી બાબતોની સાથે તલાટી, સરપંચ અને ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્ર્નો બાબતે ચર્ચા કરી તમામ પ્રશ્ર્નોનું તાકીદે નિવારણ લાવવા સબંધીતોને સૂચનો કર્યા હતા.