જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ લુણાવાડા ખાતે મતદાન કર્યું

  • લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતદાન કરવા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરનો અનુરોધ.

મહીસાગર, મહીસાગર જીલ્લાના લુણાવાડા કિસાન માધ્યમિક વિધ્યાલય ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારીએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારીએ સૌને મતદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, મે આજે મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી છે. મહીસાગર જીલ્લાના સૌ નાગરિકો પણ આવો અને વોટીંગ કરી લોકશાહીમાં ભાગીદાર બની આપના અધિકારનો ઉપયોગ કરો. તેમણે આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરવા માટે જાહેર અપીલ કરી હતી.