- તા. 12-04-2024 થી 19-04-2024 સુધી (જાહેર રજાના દિવસ સિવાય) ઉમેદવારી પત્રક ભરી શકાશે.
- જીલ્લ કલેક્ટર અથવા નડિયાદ પ્રાંત અધિકારીને સવારના 11.00 વાગ્યાથી બપોરના 03:00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકાશે.
- નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી તા. 20-04-2024ના રોજ સવારના 11:00 વાગ્યે હાથ ધરવામાં આવશે.
નડિયાદ, જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ દ્વારા 17-ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, 17-ખેડા સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, 17-ખેડા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર ખેડા- નડીઆદને પ્રથમ માળ (કલેકટરની ચેમ્બર), બી-બ્લોક, જીલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ-387002 ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, 17-ખેડા સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નડીઆદ સબડીવીઝન, નડીઆદને બીજો માળ, એ-બ્લોક (પ્રાંત અધિકારીની ચેમ્બર), જીલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ-387002 ખાતે મોડામાં મોડું તા. 19-04-2024 (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00 વાગ્યાથી બપોરના 03:00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે અને નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, 17-ખેડા સંસદીય મતદાર વિભાગ અને કલેકટરની કચેરી, પ્રથમ માળ (કલેકટરની ચેમ્બર), બી- બ્લોક, જીલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ-387002 ખાતે તારીખ 20-04-2024 (શનિવાર) ના રોજ સવારના 11:00 વાગ્યે હાથ ધરવામાં આવશે.
ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા-(2) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા. 22-04-2024 (સોમવાર) ના રોજ બપોરના 03:00 વાગ્યા પહેલા પહોંચાડી શકશે.
ઉપરાંત ચૂંટણી લડાશે તો મતદાન તા. 07-05-2024 (મંગળવાર)ના રોજ સવારના 07:00 કલાકથી સાંજના 06:00 કલાક વચ્ચે થશે તેમ જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.