- પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU- બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU- ક્ધટ્રોલ યુનિટ અને 135 ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી.
દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને સંદર્ભે દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી 7 મે ના રોજ મતદાન થવાનું હોવાથી કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને દાહોદ જીલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરૂં આયોજન કર્યું છે. ત્યારે દાહોદ જીલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ દાહોદ જીલ્લામાં 06 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
જીલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ જીલ્લાની 06 વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવ્યા હતા.તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવ્યા.
નોંધનીય છે કે, જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા દાહોદ લોકસભા બેઠક હેઠળની જીલ્લાની 6 વિધાનસભા બેઠકોમાં 1672 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમો ઉભા કરવામાં આવ્યા છે.
ઈવીએમમાં બેલેટ યુનિટ અને ક્ધટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે CU- બેલેટ યુનિટ, 125 ટકા લેખે ઈઞ- ક્ધટ્રોલ યુનિટ અને 135 ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી હતી.
આમ, દાહોદ જીલ્લામાં 2088 BU- બેલેટ યુનિટ અને 2088 CU- ક્ધટ્રોલ યુનિટ તેમજ 2255 વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.
આ પ્રસંગે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા સહિત તમામ મદદનીશ ચુંટણી અધિકારીઓ, મામલતદાર ઓ સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીઓ-કર્મચારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.